ઓનલાઈન શિક્ષણ બંધ થતાં રાજકોટ શહેર મહિલા કોંગ્રેસે કરી ઉજવણી - રાજકોટ કોંગ્રેસ દ્વારા ઉજવણી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8145857-1006-8145857-1595513578119.jpg)
રાજકોટઃ હાઇકોર્ટ દ્વારા જ્યાં સુધી શાળાઓ કોલેજો શરૂ નહીં થાય ત્યાં સુધી ફી નહીં લેવાનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેને લઇને ગઈકાલે રાજ્યની ખાનગી શાળાઓ કૉલેજો દ્વારા ઓનલાઇન શિક્ષણ હવેથી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે રાજકોટ મહિલા કોંગ્રેસે હાઈકોર્ટના નિર્ણય વધાવ્યો હતો. તેમજ આજે રાજકોટના સ્વામીનારાયણ ચોક ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા ઓનલાઇન શિક્ષણ તેમજ ખાનગી શાળા કૉલેજોની ફી વધારા મુદ્દે સહી ઝુંબેશ અભિયાન શરૂ કરાયું હતું. ત્યારે આ પ્રકારનો નિર્ણય આવતા આજે મહિલા કોંગ્રેસ દ્વારા વિજ્યોત્સવ ઉજવવામાં આવ્યો હતો.