જૂનાગઢમાં પ્રથમ વખત સર્જાયુ મેઘધનુષ્ય - beautifull atmosphere in junagadh
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ ચોમાસા દરમિયાન ઢળતી સાંજે પવન સાથે વરસાદ પડતા અવકાશમાં મેઘધનુષ્યની ખગોળીય ઘટના જોવા મળી હતી. મહત્વનું છે કે સૂર્યનું સીધું કિરણ વરસાદી પાણીના કોઈ એક ટીપામાંથી પસાર થાય ત્યારે સાત રંગોથી બનેલું સૂર્યનું એક કિરણ પાણીના ટીપામાંથી બે વખત પસાર થાય ત્યારે આ પ્રકારની ઘટના જોવા મળે છે. જેને પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. તેમાંથી બે વખત પ્રકાશ પરાવર્તિત થઈને બહાર નીકળે છે, ત્યારે સાત રંગોથી બનેલા સફેદ પ્રકાશ નરી આંખે આપણે સાત રંગોમાં સંપૂર્ણ વિભાજિત થયેલો જોવા મળે છે.