અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ, બાયડની ખારી નદી બે કાંઠે, જુઓ વીડિયો - ખેડુતોમાં ખુશી
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: જિલ્લામાં છેલ્લા બે દિવસથી નોંધપાત્ર વરસાદ પડતા બાયડની વાત્રક ગાઢ ખારી નદીમાં નવા નીરથી આવતા નદી બે કાંઠે થઇ હતી. છેલ્લા 24 કલાકમાં અરવલ્લી જિલ્લામાં સરેરાશ 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવતા સાર્વત્રિક વરસાદ થયો છે. મોડાસામાં એક ઇંચ, બાયડમાં 1.5 ઇંચ, ઘનસુરામાં 3.5 ઇંચ અને માલપુરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદ થતા બાયડની ખારી નદીમાં નવા નીર આવતા બે કાંઠે થઇ છે. ખેડૂતોમાં ખુશી પ્રસરી છે.