ઉપલેટા અને ગોંડલ પંથકના વાતાવરણમાં પલ્ટો, મોડી રાત્રે વરસાદી છાંટા - ઉપલેટા અને ગોંડલ પંથકમાં પવન સાથે વરસાદી છાંટા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6313120-thumbnail-3x2-ucfg.jpg)
રાજકોટ : હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી કરી હતી, ત્યારે રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમુક શહેરોમાં દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાયો હતો, ત્યારે ઉપલેટા અને ગોંડલ પંથકમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા. આ ઉપરાંત ઉપલેટા પંથકમાં મોડી રાત્રે ધીમીધારે વરસાદી છાંટા પડતા રોડ ભીના થયા હતા. ગોંડલમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડયું હતું. આ વરસાદના કારણે ઘઉં, ચણા અને જીરૂના તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.