અમરેલી જિલ્લામાં સર્વત્ર મેઘ મહેરથી નદી નાળાઓ છલકાયા - Etv Bharat
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4400816-thumbnail-3x2-amreli.jpg)
અમરેલી: હાલ વરસાદ તેની ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. ત્યારે રાજુલા શહેરમાં 2 ઇંચ વરસાદ, જાફરાબાદ શહેરમા 1 ઈંચ વરસાદ, જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ અને સીંટેક્ષ કંપની આસપાસ મુશળધાર વરસાદ ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમા ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ખાંભા તેમજ ગીર પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. ખાંભાના મોટા બારમણ, નાના બારમણ ત્રણ કલાકમાં 145 મી.મી.વરસાદ ખાબક્યો. મોટા બારમણ નજીક આવેલ રાયડી ડેમ ઓવરફ્લો થવાની ત્યારીમાં માત્ર 1 મીટર ખાલી રહ્યું હતું. ત્યારે ડેડાણની અશોકા નદી બે કાંઠે આવીએ હતી. ડેડાણ, ત્રાકુડા, ભૂંડણી, ગોરાણા સહિતના ગામોમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. ધારીના ગીર કાંઠા વિસ્તારમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો. દલખાણીયા, મીઠાપુર, સુખપુર સહિતના ગીર જંગલમા પણ ભારે વરસાદથી ગીર પંથકની નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા.