પાટણના અનાવાડા ગામે ખેતરમાંથી સાત ફૂટ લાંબો અજગર પકડાયો - The Forest Department team caught the python
🎬 Watch Now: Feature Video
પાટણઃ શહેર નજીક આવેલા અનાવાડા ગામની સીમમાં મગન પરમારના ખેતરમાં મંગળવારે એક અજગર નજરે પડતા દોડધામ મચી હતી. ત્યારે ખેડૂતે આ અંગેની જાણ ખાનગી સંસ્થાને કરતા તેના કાર્યકરોએ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. જેથી ફોરેસ્ટ અધિકારીની સૂચના અનુસાર વનવિભાગ અને સ્થાનિક સંસ્થાના કાર્યકરોની ટીમ તાત્કાલિક અનાવાડા ખાતે પહોંચી હતી અને ખેતરમાં જઈ ભારે જહેમત બાદ સાત ફૂટ લાંબા અજગરને પકડી પાડ્યો હતો. ત્યારબાદ વનવિભાગની ટીમ દ્વારા અજગરને બાલારામ ખાતેના જંગલોમાં સહી સલામત છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.