જામનગરમાં પોલીસકર્મીની કનડગતથી પરેશાન લોકોના ધરણા - protest against police harassment
🎬 Watch Now: Feature Video
જામનગરઃ શહેરના લાલબંગલા સર્કલ ખાતે સીટી એ ડિવિઝનના પોલીસકર્મીની કનડગતના કારણે દલિત સમાજના ત્રણ વ્યક્તિઓએ ધરણા યોજ્યા છે. દલિત સમાજના આગેવાન ગોવિંદ રાઠોડે આક્ષેપ મુક્યો છે કે, સીટી-એ ડિવિઝનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસકર્મી રાત્રિના સમયે મહિલાઓને પોલીસ સ્ટેશન લઇ જઇ હેરાન કરે છે. અગાઉ પણ જામનગર જિલ્લા પોલીસવડાને લેખિત તેમજ મૌખિક ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા રાજ્ય સરકારમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા આજરોજ ન્યાયની માગણી સાથે બે મહિલા અને એક પુરુષ લાલબંગલા સર્કલ ખાતે ધરણા પર બેઠા છે. જામનગર સીટી એ ડીવીઝનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજકીય વગ ધરાવતા હોવાના કારણે મહિલાઓની કનડગત કરે છે. જોકે પ્રોબેશનલ આઇપીએસ સફિન હસને આ પોલીસકર્મીની બદલી પણ કરાવી હતી છતાં પણ ટૂંક સમયમાં ફરજ પર પરત આવી જતા આજરોજ લાલ બંગલા ખાતે ધરણાં યોજવામાં આવ્યા છે.