સુરતમાં 17 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે મહિલાની કરી ધરપકડ - Theft of cash, including gold jewelry from a property broker
🎬 Watch Now: Feature Video

સુરત: ઉમરા વિસ્તારમાં રહેતા પ્રોપર્ટી બ્રોકરને ત્યાંથી સોનાના ઘરેણા સહિત રોકડ રકમ મળી 17 લાખના મત્તા પર હાથફેરો કરનાર ઘરઘાટી મહિલા અન્ય મહિલા સાથે ફરાર થઈ ગઈ હતી. ઉમરા પોલીસે મહિલાની ધરપકડ કરી તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીની આ ઘટનામાં બંને મહિલાઓ CCTVમાં કેદ થઈ હતી.