છોટાઉદેપુરમાં ભરચોમાસે પાણીની સમસ્યા
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુર : સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુરમાં જનતાને પાણી માટે વલખા મારવા પડે છે. ત્યાંની ઓરસંગ નદીમાંથી બે વોટરવર્ક્સ દ્વારા પાણી આપવામાં આવે છે. જેમાંથી ફતેપુરા વોટરવર્ક્સની પાઈપો પાણીમાં તણાઈ ગઈ હતી. જેથી લોકોને અલીરાજપુર નાકા પાસે આવેલ વૉટર વર્કસમાંથી એક દિવસના અંતરે પાણી આપવામાં આવે છે. નગરસેવાસદનના પ્રમુખ જણાવે છે કે, રેતી ખનનના લીધે ઓરસંગ નદીમાં પાઈપો તણાઈ ગયેલ છે.જેથી ઓરસંગ નદીમાં પાણી ઓછું થયા બાદ પાઈપો નાખી લોકોને દરરોજ પાણી આપવામાં આવશે.તેમજ રેતી માફિયાને લીધે છોટાઉદેપુરની જનતાને પાણીની સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે.