ETV Bharat / state

રાજકોટ: સરદાર ધામના ઉપપ્રમુખ પર હુમલાની ઘટનામાં PI પાદરીયા પરના આરોપો પર મોટો ખુલાસો - RAJKOT NEWS

રાજકોટમાં સરદારધામના ઉપપ્રમુખ પર હુમલાની ઘટનામાં PI પર લાગેલા આરોપમાં ખુલાસો થયો છે.જેમાં માહિતી મળી રહી છેકે બનાવ સમયે PI પાસે કોઈપણ હથિયાર ન હતું.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2024, 11:11 PM IST

રાજકોટ: સરદાર ધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ પર રાત્રિના અરસામાં કણકોટ મહુડી રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટ ખાતે PI સંજય પાદરીયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે જુનાગઢ ટ્રેનિંગ સેન્ટર ખાતે PI તરીકે ફરજ બજાવનારા સંજય પાદરીયા વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયંતી સરધારા દ્વારા ગુનો નોંધવવામાં આવ્યો હતો. સંજય પાદરીયા દ્વારા જયંતિ સરધારાને 'સરદારધામના ઉપપ્રમુખ બનીને સમાજ સાથે ગદ્દારી કરી છે' તેમ કહી ગાળો આપવામાં આવી હતી. તેમજ જયંતિ સરધારાને માથાના ભાગે પિસ્તોલ જેવા કોઈ હથિયાર વડે ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું.

આ ઘટનામાં શહેરના તાલુકા પોલીસ ખાતે જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે ફરિયાદ હત્યાના પ્રયાસ સહિતની કલમ અંતર્ગત નોંધવામાં આવી હતી. ત્યારે પોલીસના પ્રાથમિક તપાસમાં પીઆઈ સંજય પાદરીયા પાસે બનાવ સમયે કોઈ પણ જાતનું હથિયાર ન હોવાનું ખુલ્યું છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા કોર્ટમાં BNSની કલમ 109(1) રદ્દ કરવા માટે તેમજ મેડિકલ રિપોર્ટના આધારે BNSની કલમ 117 (2)નો ઉમેરો કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે. હવે સમગ્ર મામલે કોર્ટ દ્વારા બંને કલમો બાબતે પોતાનો નિર્ણય સંભળાવવામાં આવશે.

રાજકોટ ઝોન 2 DCP એ આપ્યું નિવેદન: રાજકોટ ઝોન 2ના DCP જગદીશ બાંગરવાના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા સ્વતંત્ર સાહેદોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કરવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બનાવ સમયે પી.આઈ સંજય પાદરીયાની સર્વિસ રિવોલ્વર તેમની ફરજની કચેરી ખાતે જમા હોવાનું સામે આવ્યું છે. સીસીટીવીમાં પણ કોઈ જગ્યાએ હથિયાર જોવા મળ્યું નથી. જયંતિ સરધારાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા પોલીસ દ્વારા જયંતિ સરધારાની સારવાર કરનાર તબીબનો અભિપ્રાય આપતો રિપોર્ટ પણ પોલીસ દ્વારા મેળવવામાં આવ્યો છે. જે અભિપ્રાય અંતર્ગત પોલીસ દ્વારા બીએનએસની કલમ 117(2)નો ઉમેરો કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કલમ 109 (1)ને રદ્દ કરવા માટે જે રિપોર્ટ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

  1. 'તું સમાજનો ગદ્દાર છે' કહીને રાજકોટમાં સરદારધામના ઉપપ્રમુખ પર જીવલેણ હુમલો, PI પર લાગ્યા ગંભીર આરોપ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.