ETV Bharat / state

રાજકોટમાં ક્ષત્રીય સમાજના આગેવાન સામે પઠાણી ઉઘરાણીનો આરોપ, પોલીસમાં નોંધાઈ ફરિયાદ - RAJKOT MONEY EXTORTION

કારખાનેદારને 60 લાખ રૂપિયા 3 ટકા વ્યાજે લીધા બાદ 70.80 લાખ ચૂકવી દીધા હોવા છતા પઠાણી ઉધરાણી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પી.ટી જાડેજાની તસવીર
પી.ટી જાડેજાની તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2024, 11:10 PM IST

રાજકોટ: રાજકોટ ક્ષત્રિય સમાજના અગ્રણી અને ક્ષત્રિય આંદોલનના વડા પી.ટી.જાડેજા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મનીલોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં કારખાનેદારને 60 લાખ રૂપિયા 3 ટકા વ્યાજે લીધા બાદ 70.80 લાખ ચૂકવી દીધા હોવા છતા પઠાણી ઉધરાણી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં જામીન પેટે આપેલા મકાનના દસ્તાવેજની ફાઇલ અને ચેક પરત ન આપતા અંતે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પી.ટી જાડેજા સામે પઠાણી ઉઘરાણીનો આરોપ (ETV Bharat Gujarat)

બનાવની મળતી વિગત મુજબ ફરિયાદી સુરેશ પરમારે જણાવ્યું હતું કે, 'ફેબ્રુઆરી 2024માં મારે ધંધાના કામે 60 લાખની જરૂર પડતા મેં મારા 20 વર્ષ જૂના મિત્ર યશપાલ પટગીરને વાત કરતા તેણે મને કહેલું કે પ્રવીણસિંહ ટપુભા જાડેજા (પી.ટી જાડેજા) કે જેઓ વ્યાજે પૈસા આપે છે અને જેમની ઓફિસ બીગ બજારમાં આવેલી છે મેં તેમની સાથે વાત કરેલી છે. તેમની ઓફિસે હું તથા યશપાલભાઈ બંને પી.ટી જાડેજાને રૂબરૂ મળવા ગયેલા અને ત્યા પી.ટી.જાડેજા હાજર હતા.

ફરિયાદીએ આગળ કહ્યું કે, તેઓએ મને ધંધા માટે રૂ.60 લાખ 3 ટકા વ્યાજે આપી મારા રાજકોટ નાગરીક બેંક એકાઉન્ટના 5-5 લાખના 7 ચેક તથા મારા મકાનના અસલ દસ્તાવેજની ફાઇલ તથા પાવરનામું લખાવીને લઈ લીધું હતું અને મેં પી.ટી.જાડેજાને રૂ.60 લાખ પેટે રૂ.29.60 લાખ રોકડા તથા 30 લાખ RTGS થી તેઓને ચૂકવી દીધા હતા. તેમ છતા મારી પાસે વધુ વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરતા અને 'મારી તથા યશપાલની જિંદગી બગાડી બંનેને કયાયના નહી રહેવા દઉ અને રાજકોટ રહેવા નહીં દઉ' તેમ કહી બેફામ ગાળો આપી ધમકી આપી હતી. અને મારા ઉપરોકત મકાનની દસ્તાવજેની ફાઇલ પરત આપતા નહોતા. આમ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ફરિયાદીએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે.

આ પણ વાંચો:

  1. સુરતમાં એક સાથે આઇસ્ક્રીમ ખાધા બાદ તાપણું કરતી 3 બાળકીના ટપોટપ મોત, કારણ હજુ અકબંધ
  2. છોટાઉદેપુરની 13 વર્ષની વિદ્યાર્થીની સાથે શિક્ષકે અડપલાં કર્યાની ફરિયાદ, ફરાર શિક્ષક ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.