કોરોના પર નિયંત્રણ મેળવવા PM મોદીએ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી - undefined
🎬 Watch Now: Feature Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસને રોકવાના ઉપાયો શોધવા માટે શુક્રવારે તમામ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધન અને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતાં. બેઠકમાં કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે કેવા ઉપાયો શોધી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સમાં પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ,પશ્ચિમ બંગાળ, કર્ણાટકના મુખ્યપ્રધાન હાજર રહ્યા હતા. વડાપ્રધાને વાઇરસને ફેલાતા અટકાવવા માટેના ઉપાયો અપનવાવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, 130 કરોડ નાગરિકોએ કોરોના નામની વૈશ્વિક મહામારીનો મજબૂતી પૂર્વક સામનો કર્યો છે.