પોરબંદરમાં વોર્ડ -3ની સમસ્યા અંગે જિલ્લા કોંગ્રેસ સમિતિએ વહીવટદારને કરી રજૂઆત - પોરબંદર નગરપાલિકા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8672316-157-8672316-1599188943386.jpg)
પોરબંદર: કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ-૩ કડિયા પ્લોટ, હાઉસીંગ બોર્ડ અને મોફતિયાપરા ખાંડી કાઠાના વિસ્તારમાં પાણીની લાઇન, લાઇટ, ગટરના અને રસ્તાના પ્રશ્ને સ્થાનિક લોકોને સાથે રાખી નગરપાલિકાના વહીવટદાર સમક્ષ રજૂઆત કરવામા આવી હતી. જેમાં રામદેવભાઈ મોઢવાડિયા, જિલ્લા પ્રમુખ નાથાભાઈ ઓડેદરા, NSUI પ્રમુખ કિશન રાઠોડ, યુવક પ્રમુખ ધર્મેશ પરમાર, સ્થાનિક આગેવાન તુષાર જોષી, બાલા મારૂ, NSUI ના ઉમેશરાજ બારૈયા, જયદિપ સોલંકી તેમજ સ્થાનિક સ્ત્રીઓ જોડાઇ હતી.