રાજકોટના 16 કેન્દ્રમાં યોજાઈ UPSCની પ્રિલિમ પરીક્ષા, પ્રથમ પેપર સહેલું નીકળતા વિદ્યાર્થીઓમાં ખુશી - સૌરાષ્ટ્રમાંથી પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા
🎬 Watch Now: Feature Video

રાજકોટના 16 કેન્દ્રમાં કોરોના ગાઈડલાઈનના (Corona Guidelines) પાલન સાથે UPSCની પ્રિલિમ પરીક્ષા યોજાઈ હતી. ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી ઉમેદવારો અહીં પરીક્ષા આપવા આવ્યા હતા. જોકે, પ્રથમ પેપર સહેલું નીકળતા પરીક્ષાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. મહિલા કોલેજમાં (Women College) એક પરીક્ષાર્થીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 3 વર્ષથી મહેનત કરી રહ્યા છે. જોકે, પહેલું પેપર સહેલું હતું. જ્યારે કરન્ટ અફેર્સ (Current Affairs) અને પર્યાવરણને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી પડી હતી. તો અન્ય પરીક્ષાર્થીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક વર્ષથી પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે.