પાટણઃ લાયન્સ ક્લબ દ્વારા આરોગ્ય કર્મચારીઓને PPE કીટનું વિતરણ કરાયું - Corona Warriors
🎬 Watch Now: Feature Video
પાટણઃ શહેર સહિત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 1000 નજીક પહોંચી ગયો છે. ત્યારે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા તાલુકા હેલ્થ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને લાયન્સ ક્લબ દ્વારા પીપીઈ કીટ અને ફેસ શિલ્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં તાલુકા હેલ્થ કચેરીને 50 પીપીઈ કીટ અને ફેશ શિલ્ડ આપવામાં આવ્યાં હતા. આ ઉપરાંત જનતા હોસ્પિટલ અને નગરપાલિકાના કર્મચારીઓને પણ પીપીઇ કીટ આપવામાં આવી હતી. લાયન્સ ક્લબના આરોગ્યલક્ષી પ્રોજેક્ટ અંતર્ગત ગુરુવારે 100 કિટ વિતરણ કરવામાં આવી હતી.