પોરબંદરના તલાટી કમ મંત્રીએ ખાતાકીય પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો - porbandar latest news
🎬 Watch Now: Feature Video
પોરબંદર : ગુજરાત રાજ્ય સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાયેલ ખાતાકીય પરીક્ષા વર્ષ 2019-20માં પોરબંદર જિલ્લાના તલાટી કમ મંત્રી જયદીપકુમાર રમણીકલાલ ફળદલીયા સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થઇ જિલ્લા પંચાયત પોરબંદરનું નામ રોશન કરેલ છે. તે બદલ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા જયદીપ કુમારનું સન્માન શિલ્ડ આપી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના હોદેદારો તેમજ કર્મચારીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.