પોરબંદર જિલ્લા યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઇ - પોરબંદરના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8471197-thumbnail-3x2-m.jpg)
પોરબંદરઃ શહેરમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય યુવક કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી સીતારામ લાંબાની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સોશિયલ મીડિયાના માધ્યમથી મેમ્બરશીપનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કાર્યક્રમમાં નવનિયુક્ત યુવાનોને જોડવામાં આવ્યા હતા અને નવા જોડાયેલા યુવાનો, હોદ્દેદારોનું સમ્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ આદિત્ય સિંહ ગોહિલ તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રભારી શક્તિ જેઠવા, નાથા ઓડેદરા, ધર્મેશ પરમાર, હેરિ કોટીયા, કિશન રાઠોડ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.