જેતપુરના પ્રદૂષણ માફિયાઓએ કોબા ચેક ડેમમાં પ્રદૂષિત પાણી છોડ્યું - કોબા ચેક ડેમમાં પ્રદૂષિત પાણી
🎬 Watch Now: Feature Video
રાજકોટ: જેતપુરના પ્રદૂષણ માફિયાઓએ બેફામ બન્યા છે. રવિવારે પ્લાન્ટનું લાખો લીટર પ્રદૂષિત પાણી સરદારપુર ગામની ભાદર નદી ઉપર આવેલા કોબા ચેક ડેમમાં છોડ્યું હતું. ચેક ડેમમાં પ્રદૂષિત પાણી આવતા ચેક ડેમના પાણીમાં ફીણના ગોટે ગોટા ઉડ્યા હતા. મળતી માહિતી મુજબ પ્રિન્ટિંગ એસોસિએશનનો CETP પ્લાન્ટ બંધ હોવાના કારણે પ્રદૂષિત પાણી ભાદર નદીમાં છોડવામાં આવે છે. જ્યારે વરસાદ આવે છે, ત્યારે ડાઈગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન CETPનું પ્રદૂષિત પાણી ભાદર નદીમાં છોડે છે. આ પ્રદૂષિત પાણી ધોરાજીના ભાદર-2 ડેમમાં પહોંચે છે. જેથી આસપાસના તમામ પીવાના પાણી અને ખેતી પિયતના પાણીના સોર્સ પ્રદૂષિત થાય છે. આ સમગ્ર મામલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સદંતર નિષ્ક્રિય હોઈ તેવું લાગી રહ્યું છે.