ગોંડલમાં વિદેશી દારૂના કટીંગ સમયે પોલીસની રેડ, 20 લાખના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ - ગોંડલ પોલીસ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7600427-214-7600427-1592047182524.jpg)
રાજકોટ: જિલ્લાના ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર શનિવારે દારૂના કટીંગ સમયે પોલીસે રેડ પાડી હતી. જેમાં વિદેશી દારૂની 108 પેટી તથા વાહનો મળી 20 લાખના મુદ્દામાલ સાથે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે રેડ પાડીને વિવિધ બ્રાન્ડની 1,164 બોટલ દારૂ સાથે ગૌરવ જેઠવા અને અન્ય એક આરોપીની ધરપકડ કરી છે. આ રેડ દરમિયાન રાજસ્થાનનો ટ્રક ચાલક કાળુ ફરાર થઇ ગયો છે. જેથી પોલીસે આરોપી કાળુની ધરપકડ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.