કબૂતરે ખોલી એરલાઇન્સની પોલ?, જુઓ 'GoAir'માં કબૂતરની મુસાફરી - અમદાવાદ લેટેસ્ટ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6243481-thumbnail-3x2-ahm.jpg)
અમદાવાદઃ સામાન્ય રીતે હવાઇ મુસાફરી કરતા હોય ત્યારે ફ્લાઇટના બર્ડહિટ અંગે તમને જાણવા મળે છે, ત્યારે શુક્રવારે અમદાવાદથી જયપુર જતી ફ્લાઇટમાં એક વિચિત્ર ઘટના બની હતી. GoAirની ફ્લાઇટ G8-702 અમદાવાદથી જયપુર જતી હતી. તે સમયે પ્રત્યેક પેસેન્જર વિમાનમાં બેસી ગયા હતા અને ફ્લાઇટનો ગેટ પણ બંધ કરી દેવાયો હતો. જે બાદ ફ્લાઇટ સાંજે 4.50 કલાકે ટેક ઓફ માટે રન-વે પર આવવાની તૈયારીમાં હતી, ત્યાં જ એક પેસેન્જરે હેન્ડ બેગ મુકવા માટે લગેજ શેલ્ફ ખોલ્યું અને શેલ્ફમાંથી નીકળ્યા બે કબૂતર.., છેને અદ્ભુત..! જો કે, ફ્લાઇટમાં કબૂતર જોઇને બધા પેસેન્જર આશ્ચર્યમાં મુકાયા હતા. કબૂતર આખી ફ્લાઇટમાં છેક છેડેથી બીજા છેડે ઉડવા લાગ્યા હતા અને પેસેન્જરોએ તેને પકડવાના પ્રયાસો પણ કર્યા હતા. આખરે ક્રુ-મેમ્બર્સે પેસેન્જરોને શાંતિ રાખવા અપીલ કરી હતી. એરલાઇન્સના સ્ટાફે ગ્રાઉન્ડ સ્ટાફને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને અંતે ફ્લાઇટનો ગેટ ખોલીને ભારે પ્રયત્નો બાદ બંને કબૂતરને બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ ઘટનાએ એરલાઇન્સની વ્યવસ્થાની પોલ ખોલી નાખી હતી. આ ઘટનાથી તમામ પેસેન્જરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આખરે સાંજે 6.45 કલાકે એટલે કે, તેના નિર્ધારિત સમયને બદલે સાંજે 7.15 કલાકે જયપુર એરપોર્ટ પહોંચી હતી.
Last Updated : Feb 29, 2020, 11:46 AM IST