મહેસાણામાં કોરોના વોરિયર્સના સન્માન માટે રસ્તા પર ચિત્રો દોરાયા - મહેસાણામાં કોરોના વોરિયર્સના સન્માન માટે ચિત્ર
🎬 Watch Now: Feature Video
મહેસાણા: હાલમાં કોરોના વાઇરસ નામની ગંભીર મહામારી ચાલી રહી છે, ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને રાજધાની ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા કોરોના વોરિયર્સના સન્માન માટે રાધનપુર ચાર રસ્તા અને તોરણવાળી ચોક ખાતે રોડ પેઇન્ટિંગ કરવામાં આવ્યુ છે. આ ચિત્ર 13 ફૂટ ઊભું અને 7 ફૂટ લાંબુ દોરવામાં આવ્યું છે. જેને બનાવવા માટે 5 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ પેઇન્ટિંગ દ્વારા ડૉક્ટર્સ, નર્સ, મેડિકલ, પેરમેડિકલ સ્ટાફ, પોલીસ સ્ટાફ, સ્વચ્છતા કર્મીઓ, સેવાભાવી સંસ્થાઓ, પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયા જેવા તમામ કોરોના યોદ્ધાઓના સન્માન માટે અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે બનાવવામાં આવ્યું છે.