વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશના PI રાવને ACBએ કોર્ટમાં કર્યો રજૂ - ગોત્રી પોલીસ સ્ટેશન
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4411488-thumbnail-3x2-vadodara.jpg)
વડોદરા: ગોત્રી પોલીસ સ્ટેશના PI રાવને ACBએ કોર્ટમાં રજૂ કર્યો હતો. માહિતી પ્રમાણે, વડોદરાની એક કંપનીમાં કર્મચારીએ ઉચાપત કરી હતી. આ અંગે કંપની દ્વારા કર્મચારીની વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં ગોત્રી પોલીસ દ્વારા આ અરજીની તપાસ દરમિયાન બંને પક્ષોને સમાધાન કરવા માટે સમજાવતા કહેવામાં આવ્યું કે, જો ગુનો નોંધીશુ તો આરોપીની ધરપકડ થશે અને બંને પક્ષોને હેરાન થવું પડશે. અરજીનો સમગ્ર મુદ્દો ગોત્રી પોલીસ સ્ટેશનના PI રાવ પાસે ગયો હતો અને તેમણે સમાધાન કરવા માટે 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાં લાચીંયા PIને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ACB PI ડી.કે.રાવને વડોદરા કોર્ટમાં ACB લઇને પહોંચી હતી. જોકે આ સમગ્ર મામલામાં કેટલાક મહીનાથી PI રાવનો ભુગર્ભમાં ઉતરી ગયો હતો. જ્યારે આજે બુધવારે તેને એસીબીએ વડોદરા કોર્ટમાં રજૂ કર્યો હતો.