PGVCL કોન્ટ્રાકટરે ઝેરી દવા પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ - mangrol news
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: માંગરોળના PGVCLના કોન્ટ્રાકટર દ્વારા માંગરોળની PGVCL કચેરીમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરાયો હતો. જેને માંગરોળની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે જયાંથી વધુ સારવાર માટે કેશોદ ખસેડાયો છે. ખાસ કરીને આ કોન્ટ્રાકટરના પોતાના બિલના ત્રણ લાખ જેટલું બાકી હતું તે છેલ્લા બે વર્ષથી બાકી હતા જે બિલ નહી મળતા કોન્ટ્રાકટરે માંગરોળ તેમજ ઉચ્ચ અધિકારીઓને અવાર નવાર લેખીત અને મૌખીક જાણ કરવા છતાં બિલ મંજુર નહી થયા અને 50 હજાર રૂપિયાની માગ કરાઇ હોવાનો પણ કોન્ટ્રાકટરે આક્ષેપ કર્યો હતો. જયારે આ બાબતે માંગરોળ PGVCLના મુખ્ય અધિકારીને પુછતાં આવી કોઇ માગ નહી કરાયાનું જણાવાયું હતું.