ETV Bharat / state

સુરતમાં બેન્કમાં બાકોરું પાડીને ચોરી કરનાર ટોળકીના 8 ઝડપાયા, પોલીસની 12 ટીમો 4 રાજ્ય ખૂંદી વળી - UNION BANK ROBBERY

સુરતમાં કીમ ચારરસ્તા ખાતે આવેલા યુનિયન બેન્કમાં બાકોરું પાડી રોકડ તેમજ દાગીનાની ચોરી કરનાર 8 તસ્કરો ઝડપાયા છે.

બેન્કમાં બાકોરું પાડી રોકડ તેમજ દાગીનાની ચોરી કરનાર 8 તસ્કરો ઝડપાયા
બેન્કમાં બાકોરું પાડી રોકડ તેમજ દાગીનાની ચોરી કરનાર 8 તસ્કરો ઝડપાયા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 17 hours ago

સુરત: કિમ ચોકડી સ્થિત યુનિયન બેંકની શાખામાં પાછળના ભાગે બાકોરું પાડી લોકરો તોડી 1 કરોડ 4 લાખ રૂપિયાના કુલ મુદ્દામાલની ચોરીના ચકચારી પ્રકરણમાં જિલ્લા LCBએ દસ દિવસની જહેમત બાદ ભેદ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. જેમાં પોલીસે સફળતા મેળવી 8 જેટલા ગુનેગારઓને અલગ અલગ રાજ્યમાંથી અટકાયત કરીને 53 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબ્જે કરતાં ચકચાર મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ 17 ડિસેમ્બરે કિમ ચોકડી સ્થિત યુનિયન બેંકની શાખામાં પાછળના ભાગેથી દીવાલમાં બાકોરું પાડી અંદર પ્રવેશેલા તસ્કરોએ બેંક લોકરોને નિશાન બનાવી 1 કરોડ 4 લાખની રોકડ તેમજ સોના-ચાંદીનાં ઘરેણાની ચોરીને અંજામ આપ્યો હતો. જિલ્લા પોલીસને પડકાર ફેંકતી આ ઘટનામાં 20 કિ.મી. સુધીના ઘેરાવમાં 500થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી 50 થી વધુ શકમંદોની પૂછપરછ સાથે તપાસ શરૂ કરવામાં આવી હતી.

બેન્કમાં બાકોરું પાડી રોકડ તેમજ દાગીનાની ચોરી કરનાર 8 તસ્કરો ઝડપાયા (Etv Bharat Gujarat)

જિલ્લા પોલીસ અધિકારીઓની 12 જેટલી ટીમે આરોપીઓનું પગેરું દબાવવા દોડતી કરવામાં આવી હતી. 10 દિવસ બાદ LCBને આ ચોરી પ્રકરણમાં આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી. ત્યારે LCB PI આર.બી. ભટોળના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો આરોપીઓને ઓળખી બાતમી પર ચોક્કસ વર્કઆઉટ કરતાં પોલીસ ગુજરાત, બિહાર, દિલ્હી, પંજાબ રાજ્યોનાં અંતરિયાળ વિસ્તારોને ધમરોળતા બેંક ચોરીની ઘટનાને અંજામ આપનાર 8 જેટલા પ્રોફેશનલ ગેંગના આરોપીઓને દબોચી લીધા હતા.

બેન્કમાં બાકોરું પાડી રોકડ તેમજ દાગીનાની ચોરી કરનાર 8 તસ્કરો ઝડપાયા
બેન્કમાં બાકોરું પાડી રોકડ તેમજ દાગીનાની ચોરી કરનાર 8 તસ્કરો ઝડપાયા (Etv Bharat Gujarat)

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, 53 લાખ 58 હજાર 579 રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે આરોપી ગેંગનાં 8 સાગરીતોને ઝડપી પાડી ગુજરાત લઇ આવી મુખ્ય સૂત્રધાર સૂરજ કુમાર લુહારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ પોલીસે હવે આરોપીઓની પૂછપરછ કરી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત કયા અને કેવા સંજોગોમાં અને કોની ટીપથી સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે તે દિશામાં તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા.

બેંક ઘરફોડ ચોરીમાં થયેલ મુદ્દામાલમાંથી રીકવર કરેલ મુદ્દામાલની વિગત, જાણો...

  1. આરોપી જયપ્રકાશ બાબુલાલ બિન્દ પાસેથી મળેલ મુદ્દામાલ સોનાના દાગીના- 76.170 ગ્રામ કિ.રૂ. 4,87,488, ચાંદીના દાગીના 256.330 ગ્રામ, કિ. રૂ.17,943, મોબાઈલ નંગ-2, કિ.રૂ.5500, રોકડા રૂ.34,000
  2. આરોપી કુંદનકુમાર ધરણીધર બીંદ પાસેથી મળેલ મુદ્દામાલ સોનાના દાગીના- ૨૯૩.૯૨૦ગ્રામ, કિ.રૂ.૧૮,૮૧,૦૮૮
  3. આરોપી સુરજ ચંન્દ્રદેવ સિંગ પાસેથી મળેલ મુદ્દામાલ સોનાના દાગીના- ૮૨.૬૪૦ ગ્રામ, કિ.રૂ.૫,૨૮,૮૯૬,ચાંદીના દાગીના- ૨૧૩.૯૪૦ ગ્રામ, કિ.રૂ.૧૪,૯૭૫,મોબાઈલ નંગ-૧, કિ.રૂ.૫૦૦૦,રોકડા રૂ.૫૦,૬૦૦
  4. આરોપી ખિરૂ ઉર્ફે મામો પ્રકાશ બીંદ પાસેથી મળેલ મુદ્દામાલ,સોનાના દાગીના- ૧૪૭.૭૭૦ ગ્રામ, કિ.રૂ.૯,૪૫,૭૨૮,ચાંદીના દાગીના-૧૫૧.૨૫૦ગ્રામ, કિ.રૂ.૧૦,૫૮૭.૫,રોકડા રૂ.૪૦,૦૦૦,મોબાઈલ નંગ-૨, કિ.રૂ.૫૫૦૦,
  5. આરોપી બાદલકુમાર ધર્મેન્દ્ર મહતો પાસેથી મળેલ મુદ્દામાલ,સોનાનાદાગીના.૭૬.૭૩૦ગ્રામ, કિ.રૂ.૭,૯૧,૦૭૨, ચાંદીના દાગીના-૧૭૧.૨૪૦ગ્રામ,કિ.રૂ.૧૧,૯૬.,
  6. આરોપી દિપક નંદલાલ મહતો પાસેથી મળેલ મુદ્દામાલ,Redmi 5G કંપનીનો મોબાઈલ નંગ-૧,કિ.રૂ.૫૦૦૦,ચાંદીના દાગીના-૧૫૬.૯૬૦ગ્રામ, કિ.રૂ.૧૦,૯૮૭,રોકડા રૂ.૬૮,૦૦૦,મોબાઈલ નંગ-૧, કિ.રૂ.૫૦૦૦,
  7. આરોપી બરખુકુમાર અર્જુન બિંદ (બેલદાર) પાસેથી મળેલ મુદ્દામાલ,સોનાની માળા -૧, ૩૫.૮૪૦ગ્રામ કિ.રૂ.૨,૨૯,૩૭૬ વીવો કંપનીનો મોબાઈલ નંગ-૧, કિ.રૂ.૫૦૦૦,
  8. આરોપી યશકુમાર ઉર્ફે મોનુ રવી મહાત્મા પાસેથી મળેલ મુદ્દામાલ,વીવો કંપનીનો મોબાઈલ નંગ-૧, કિ.રૂ.૫૦૦૦, બોલેરો પીકઅપ GJ-05-CU-4578,કિ.રૂ.૫,૦૦,૦૦૦,

આમ તમામ પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ પૈકી 1. સોનાના દાગીના કુલ વજન ૭૧૩.૦૫૦ ગ્રામ, કિ.રૂ.૪૫,૬૩,૫૨૦2. ચાંદીના દાગીના કુલ વજન ૯૪૯.૪૨૦ ગ્રામ, કિ.રૂ.૬૬,૪૫૯3. રોકડા રૂપીયા ચોરી કરેલ જે કુલ. ૧,૯૨,૬૦૦4. આરોપીઓના મોબાઈલ કુલ નંગ-૯ કુલ કિ.રૂ.૩૬,૦૦૦5. બોલેરો પીકઅપ GJ-05-CU-4578,કિ.રૂ.૫,૦૦,૦૦૦ મળી પોલીસે કુલ કિ.રૂ.૫૩,૫૮,૫૭૯ રૂ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આરોપીઓએ ગુનાને અંજામ આપવા માટે બનાવેલી એમ.ઓ

સદર ગુનામા સંડોવાયેલ મુખ્ય સુત્રધાર આરોપી સુરજકુમાર લુહાર અને પકડાયેલ આરોપી દિપક મહતો એકજ ગામના મિત્રો છે, જેમા આરોપી દિપક મહતો સાંયણ ખાતે લેબર કોન્ટ્રાકટ ચલાવતો હોય જેથી સુરજ લુહાર ચાલુ વર્ષમા બે વખતે વેસ્ટ બંગાળથી સાંયણ ખાતે નોકરી ધંધા માટે આવેલ હતો, જેમા ગત ઓગસ્ટ માસમા આરોપી સુરજકુમાર નાએ આશરે ૨૦ દીવસ સુધી ગુનાને અંજામ આપવા માટે દિપક મહતોની મોટર સાયકલ લઈ સતત રેકી કરી યુનીયન બેંકમા ઘરફોડ ચોરી કરવાનુ કામ કરવા સુરજ લુહાર પોતાના વતનમાં પરત જઈ પકડાયેલ આરોપીઓ સાથે બેંકમા ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.યુનીયન બેંકમા ચોરી કરવા માટે સામાનની વ્યવસ્થા દિપક મહતોએ અગાઉ થી કરી હતી.જેથી સુરજકુમાર લુહાર નાનો પકડાયેલ આરોપીઓ સાથે ટ્રેન મારફતે તા.૧૬/૧૨/૨૦૨૪ ના રોજ સુરત ખાતે આવી તમામ આરોપીઓ સાયણ બજારમા ભેગા થયેલ હતા, જેમાં તમામ આરોપીઓએ રાત્રીના યુનીયન બેંકમા ચોરી કરવાનુ ગુનાને અંજામ આપવાનુ નક્કી કર્યું હતું, આરોપી સુરજ લુહાર તથા કુંદન બીંદ નાઓ બપોરના મોટર સાયકલ લઈ રેકી કરવા માટે બેન્ક પર ગયા હતા.બાદમાં રાત્રીના સુમારે દિપક મહતો તથા યશ ઉર્ફે મોનુ મહાત્મા પ્લાન મુજબ ઘરફોડ ચોરી કરવા માટે અગાઉથી ખરીદી રાખેલ તમામ સાધન સામગ્રી બોલેરો પીકઅપ મા લઈ સાંયણ થી સુરજ લુહાર તથા તેની ગેંગના પકડાયેલ પાચેય આરોપીઓને બોલેરો પીકઅપમા બેસાડી કીમ ચાર રસ્તા સુધી મુકવા આવેલ હતા અને આ છ આરોપીઓ પૈકી પાચ આરોપીઓ ચોરી કરવા માટે કીમ ખાતે ઉતરી ગયા હતા.ત્યારબાદ સુરજ લુહાર તથા પકડાયેલ આરોપી કુંદન, જયપ્રકાશ,ખીરૂ, સુરજ નાઓ રાત્રીના સમયે બારેક વાગ્યાના સુમારે પાછળના ભાગે આવેલ ઓફીસનો લોક તોડી, બેંક ની દીવાલ મા સાથે લાવેલ સાધન સામગ્રી દ્વારા બાકોરૂ પાડી સુરજ લુહાર, કુંદન તથા ખિરૂ નાઓ બેન્કની દીવાલ તોડી ચોરી કરવા માટે પ્રવેશ્યા હતા. ત્યાર બાદ આરોપી જયપ્રકાશ અને સુરજસિંગ નાઓ બહાર મસ્જીદ અને કંપની ના છત પર રેકી કરી રહ્યા હતા.બેંકમા ચોરી કર્યા બાદ રાત્રી નાં સુમારે તમામ આરોપીઓ છુટક છુટક ચાલી ને.હા.નં-૪૮ ઉપર ભેગા થઇ અને ત્યાથી રીક્ષામા બેસી સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી લોકલ ટ્રેન મારફતે વડોદરા ગયા બાદ ત્યાથી અન્ય ટ્રેનમાં દિલ્હી ખાતે પકડાયેલ આરોપી બરખુકુમાર બીંદના ગોડાઉન ઉપર આરોપીએ ઘરફોડ ચોરી કરેલ મુદ્દામાલ નો ભાગ પાડેલ હતા.

આ બરખુકુમાર બીંદને ભાગ પાડવાની જગ્યા આપવા માટે ચોરી કરેલ સોનાની માળા આપી હતી.ત્યારબાદ દિલ્હીથી તમામ આરોપીઓ છુટા પડી ગયેલ હતા.આ યુનીયન બેંકમા ચોરી કરવાનો સમગ્ર પ્લાન વોન્ટેડ આરોપી સુરજકુમાર લુહાર તથા પકડાયેલ તમામ આરોપીઓએ ભેગા મળી દિલ્હી તથા સાંયણ ખાતે બનાવ્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.

બાઈટ - હિતેશ જોયસર સુરત ગ્રામ્ય પોલીસ વડા

Aprvd mayurika madam Conclusion:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.