ETV Bharat / state

હેવાનિયતે હદ વટાવી ! 7 વર્ષીય સગીરનું અપહરણ, દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપીની ધરપકડ - VAPI NEWS

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છીરી ગામે એક બાળકનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરનાર આરોપીની વલસાડ પોલીસે ધરપકડ કરી છે.

વલસાડ પોલીસે આરોપીની કરી ધરપકડ
વલસાડ પોલીસે આરોપીની કરી ધરપકડ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 14 hours ago

વલસાડ : વાપી તાલુકાના છીરી ગામમાં 25મી ડિસેમ્બરે ગુમ થયેલી બાળકનો અવાવરું જગ્યાએથી મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે આ બાળકનું અપહરણ કરી લઈ જનાર અને બાદમાં આ બાળક સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીને દબોચી લીધો છે. આરોપીએ બાળકને 10 રૂપિયા નાસ્તાના આપી લલચાવી અપહરણ કર્યા બાદ આ કુકર્મ આચર્યું હતું.

7 વર્ષીય બાળ ગુમ થયો : વલસાડ જીલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશનના છીરી ગામના વડીયાવાડ વિસ્તારમાં ગઇ તારીખ 25/12/2024 ના રોજ રાત્રીના 9 થી 11 વાગ્યા દરમિયાન એક 7 વર્ષનો બાળક ગુમ થયો હતો. જેની ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

હેવાનિયતે હદ વટાવી (Etv Bharat Gujarat)

મૃત હાલતમાં મળ્યો બાળક : આ સમગ્ર ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, 'મૂળ બિહારના ભાગલપુરના અને છીરી ગામના રણછોડનગર વડીયાવાડમાં વડા પાઉંની લારી ચલાવી ગુજરાન ચલાવતા પરિવારનો 7 વર્ષીય બાળક ગુમ થયો હતો. જેને શોધવા વાપી ટાઉન, ડુંગરા, વાપી જી.આઇ.ડી.સી., વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ- અલગ ટીમો બનાવી તેમજ સ્થાનિક આગેવાનોની મદદ લઈ શોધવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતાં.'

વલસાડ પોલીસે આરોપીની કરી ધરપકડ
વલસાડ પોલીસે આરોપીની કરી ધરપકડ (Etv Bharat Gujarat)

દુષ્કર્મ બાદ હત્યા કરાઈ: જે દરમિયાન બનાવવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા બાળકને એક અજાણ્યો વ્યક્તિ લઈને જતો હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે તપાસ કરતા ઝાંડી ઝાંખરાવાળી જગ્યાએથી બાળક મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેના ફોરેન્સિક રિપોર્ટમાં બાળક સાથે દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

આરોપીની ધરપકડ: આ ઘટનામાં પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ શિવકુમાર ઉર્ફે શિવા કાન્તા રવિદાસ દાસ છે. જે આ જ વિસ્તારમાં રહે છે. તેની ઉંમર 28 વર્ષની છે અને આ આરોપી મૂળ બિહારના ભાગલપુરનો વતની છે. ઇસમની પુછપરછ કરતાં પ્રાથમિક દ્રષ્ટીએ દુષ્કર્મ કરવાના ઇરાદાથી અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરી હત્યા કરી હોવાનું જણાવ્યું હતું.

આ અંગે B.N.S.ની કલમ 103(1), 140(1), 140(4) તેમજ જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 ની કલમ 5(I), 5(M), 6 મુજબની કલમોનો ઉમેરો કરી ગુનાની વધુ તપાસ ડુંગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એસ. પી. ગોહિલ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. વલસાડમાં ગુમ થયેલ બાળકના મામલે મોટો ખુલાસો, "મામા" પર ગંભીર આરોપ
  2. મોટા પપ્પાના પરિવાર પરનો ગુસ્સો પોતાનાઓ પર કાઢ્યોઃ સુરતમાં બાળક-પત્નીને રહેંસી નાખી, માતા પિતા પર જીવલેણ હુમલો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.