જૂનાગઢ: જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના યજમાન પદે ગુજરાતની રાજ્યપત્રિત 17 જેટલી યુનિવર્સિટીઓના કર્મચારીઓ વચ્ચે ચાર રમતોનો ખેલ મહાકુંભ યોજાયો હતો. ચાર દિવસ સુધી ચાલનારા આ ખેલ મહાકુંભમાં યુનિવર્સિટીના કર્મચારીઓમાં સંઘ ભાવના જાગૃત થાય અને કાર્યક્ષમતા વધે તે માટે આ રમતગમતનું આયોજન કરાયું હતું. તમને જણાવી દઈએ કે, આ ખેલ મહાકુંભ આવતી કાલે પૂર્ણ થવા જઈ રહ્યું છે.
જૂનાગઢના આંગણે યોજાયો ખેલ મહાકુંભ: જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીઓના કર્મચારીઓ વચ્ચે મહાકુંભનું આયોજન કરાયું હતું ચાર દિવસ ચાલનાર આ ખેલ મહાકુંભમાં એગ્રીકલ્ચર નરસિંહ મહેતા યુનિવર્સિટી, સંસ્કૃત યુનિવર્સિટી સહિત દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાથે રાજ્યપત્રિત 17 જેટલી યુનિવર્સિટીના કર્મચારીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે.
ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન, કેરમ અને ચેસ જેવી રમતોમાં ભાગ લઈને જૂનાગઢને આંગણે આયોજિત થયેલા ખેલ મહાકુંભમાં યુનિવર્સિટીઓના કર્મચારીઓએ ભાગ લીધો હતો. જેમાં બેડમિન્ટનની સ્પર્ધામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ચેમ્પિયન બની હતી, તો અન્ય રમતોમાં હજુ આવતી કાલ સુધી સ્પર્ધા યોજાશે. જેમાં કઈ યુનિવર્સિટી ચેમ્પિયન જાહેર થશે તે જોવું રોમાંચક રહેશે.
રમતોથી થશે સંઘ ભાવના જાગૃત: તમામ કર્મચારીઓમાં સંઘ ભાવના જાગૃત થાય, એક સાથે જે રીતે ટીમ વર્ક કરીને રમતગમતના ક્ષેત્રમાં ખૂબ સારો દેખાવ કરી શકાય તે રીતે શિક્ષણની સાથે જોડાયેલી અન્ય ગતિવિધિમાં પણ સંઘ ભાવના સાથે કામ કરીને કોઈ પણ કાર્યને પાર પાડી શકાય છે તેવા ઉદ્દેશ્યથી આ ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, આ રમતગમતનું આયોજન ખૂબ જ વિશેષ પુરવાર થવાનું છે.
આ પ્રકારના આયોજન કોઈ એક યુનિવર્સિટીના યજમાન પદે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યું છે, જેમાં આ વર્ષે રોટેશન મુજબ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો ક્રમ હોવાને કારણે જૂનાગઢને આ રમતગમતની સ્પર્ધાનું આયોજન કરવાનું યજમાન પદ પ્રાપ્ત થયું છે.
આ પણ વાંચો: