વડોદરા: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચેની ODI શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ વડોદરામાં રમાઈ હતી. આ મેચ જીતીને ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને સીરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. ભારતે ત્રીજી મેચ 5 વિકેટે જીતી લીધી હતી. દીપ્તિ શર્માએ આ મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્રીજી મેચમાં દીપ્તિએ શાનદાર બોલિંગ કરીને એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.
A splendid spell of 6⃣/3⃣1⃣
— BCCI Women (@BCCIWomen) December 27, 2024
A vital knock of 3⃣9⃣*@Deepti_Sharma06 is named the Player of the Match for her spectacular all-round efforts. 👏
Scorecard ▶️ https://t.co/cjHiI787hV#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/jGDFx8ii9F
ભારતે 5 વિકેટે જીતી મેચ:
આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 38.5 ઓવરમાં 162 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી બેટિંગ કરતા ચિનલ હેનરીએ સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. ભારત તરફથી બોલિંગ દરમિયાન દીપ્તિ શર્માએ સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. આ સિવાય રેણુકા સિંહે 4 વિકેટ લીધી હતી. આ પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 163 રનના લક્ષ્યનો પીછો કરવાની શરૂઆત કરી. જોકે ભારતે 55 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમે આ લક્ષ્યાંક 28.2 ઓવરમાં 5 વિકેટે હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી બેટિંગ કરતા દીપ્તિ શર્માએ સૌથી વધુ 39 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન હરમનપ્રીત કૌરે 32 રન બનાવ્યા હતા. જેમિમાએ 29 રનની ઇનિંગ રમી હતી. રિચા ઘોષ 29 રન બનાવીને અણનમ રહી હતી.
𝙏𝙝𝙖𝙩 𝙬𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜! 🤩
— BCCI Women (@BCCIWomen) December 27, 2024
Captain @ImHarmanpreet receives the @IDFCFIRSTBank Trophy 🏆#TeamIndia win the ODI series 3-0 💪 pic.twitter.com/glblLcPBc7
દીપ્તિ શર્માએ રચ્યો ઈતિહાસઃ
દીપ્તિ શર્માએ આ મેચમાં 6 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. હવે દીપ્તિ ODI ક્રિકેટમાં સૌથી વધુ 5 વિકેટ લેનારી પ્રથમ ભારતીય મહિલા બોલર બની ગઈ છે. ODI ક્રિકેટમાં ત્રણ વખત પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ તેના નામે છે.
1⃣0⃣Overs
— BCCI Women (@BCCIWomen) December 27, 2024
3⃣ Maidens
3⃣1⃣ Runs
6⃣ Wickets
That was one impressive performance from Deepti Sharma! 🙌 🙌
Drop an emoji in the comments below to describe that display 🔽
Updates ▶️ https://t.co/SKsWib5uuE#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/nvaIr8Pjfi
ભારતીય ટીમે તમામ મેચ જીતી:
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની ODI શ્રેણી રમાઈ રહી છે. ભારતે આ ત્રણેય મેચ જીતી છે. ભારતીય ટીમે પ્રથમ મેચ 211 રને, બીજી મેચ 115 રને અને ત્રીજી મેચ 5 વિકેટે જીતી હતી. આ દરમિયાન રેણુકા સિંહ ઠાકુરે કુલ 10 વિકેટ લીધી હતી. તેની શાનદાર બોલિંગ માટે તેને શ્રેણીનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા 3 મેચોની T20 સીરીઝ પણ રમાઈ હતી. જેમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું હતું.
Consistently setting the tone ✅
— BCCI Women (@BCCIWomen) December 27, 2024
Bowling incisive spells ✅
Highest wicket-taker in the series (10 wickets) ✅#TeamIndia pacer Renuka Singh Thakur is named the Player of the Series 🙌🙌
Scorecard ▶️ https://t.co/cjHiI787hV#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/vSNWryZqv3
આ પણ વાંચો: