અમરેલી: જિલ્લામાં શાળામાંથી અનેક યુવાઓ રમત ગમત માં આગળ વધી રહ્યા છે. એવામાં જિલ્લામાં રાજ્યકક્ષાએ તેમજ નેશનલ કક્ષાએ યુવાઓ આગળ વધી રહ્યા છે અને પ્રેક્ટિસ કરી રહ્યા છે. જ્યારે અમરેલી જિલ્લાની યુવતી નકુમ માર્ગીએ રાષ્ટ્રીય કક્ષાની દોડની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને જેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
નકુમ માર્ગે હાલ ધોરણ 10 માં અભ્યાસ કરી રહી છે. અને હાલ વિદ્યાસભા DLSS માં પ્રેક્ટિસ કરી રહી છે. થોડા સમય પહેલા નાગપુર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની વેસ્ટ ઝોન રમવા ગયા હતા. 300 હન્ડ્રેડ મીટર રન સ્પર્ધા માં યુવતી એ ગોલ્ડ મેડલ મેળવ્યો છે 1.0.40.40. ટાઇમિંગ માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અને આગળ નેશનલ કક્ષાએ ભાગ લેવાં માટેની તૈયાર કરવામાં આવી રહી છે.
અમરેલી જિલ્લાની નકુમ માર્ગીએ દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો (ETV Bharat Gujarat) અમરેલી જિલ્લાની અંદર મોટી સંખ્યામાં ખેલાડીઓ હાલ ઉત્સાહભેર રમતગમત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે અમરેલી જિલ્લાના મોટી સંખ્યામાં ખેલાડીઓ રાષ્ટ્ર રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ અલગ અલગ ખેલ સ્પર્ધા ની અંદર આગળ વધી રહ્યા છે અમરેલી જિલ્લામાં ડી એલ એસ એસ શાળા આવેલી છે, અને આ શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરી રહ્યા છે વિદ્યાર્થીઓમાં છોકરીઓ ખૂબ જ આગળ વધી રહી છે અભ્યાસની સાથે રમતગમત ક્ષેત્રે સતત મહિલાઓ પણ આગળ વધી રહ્યા છે.ડી.એલ.એસ.એસ જે શાળા વિદ્યાસભા ખાતે આવેલી છે અને આ શાળામાં વિદ્યાર્થીઓને સવાર અને સાંજના સમયે પૌષ્ટિક આહાર ની સાથે તાલીમ આપવામાં આવી રહ્યા છે. ખેલ સ્પર્ધાની અંદર કબડ્ડી ખોખો લંગડી તેમજ અલગ અલગ ખેલ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે અને રોજ જે તે સ્પર્ધકો જે તે ખેલાડીને જે તે વિભાગમાં રાખી અને સવારે અને સાંજે વધુ સારું પરિણામ મેળવવા માટે રિયાઝ કરાવવામાં આવે છે ગ્રાઉન્ડ ઉપર ખેલાડીને કોચ દ્વારા સતત તાલીમ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો:
- ભારતે 4 વર્ષમાં ત્રીજી વખત કેરેબિયન ટીમનો ક્લીન સ્વીપ કર્યો, વડોદરાના મેદાન પર ટીમ ઈન્ડિયાનો ભવ્ય વિજય
- બોલરે તેની ડેબ્યૂ મેચના પ્રથમ બોલ પર જ આ સિદ્ધિ મેળવી… 135 વર્ષમાં પ્રથમ વખત