પોરબંદરમાં જર્જરિત મકાનોથી લોકોના જીવ જોખમમાં, તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં - latest news of porbandar
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ શહેરમાં જર્જરિત મકાનોથી લોકોના જીવ જોખમમાં છે. એક તરફ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો છે, જે ગમે ત્યારે પડવાની સંભાવના રહેલી છે. આ અંગે પોરબંદર નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને માત્રને માત્ર સર્વે કરવામાં આવે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કોઈ ખાસ પગલાં લેવામાં આવતા ન હોવાથી લોકોમાં રોષ ભભૂકયો છે. સામાજિક કાર્યકર જીવનભાઈ જુંગીએ જણાવ્યું કે, જો આ મકાન પાડવામાં નહીં આવે તો ભવિષ્યમાં લોકોના જીવને જોખમ છે. ઘણા મકાન પાસે બાળકો રમતા હોય છે અને આ મકાન વર્ષો જૂના હોવાથી તેના મકાન માલિક કોણ છે એ પણ ઘણા લોકોને ખબર નથી. વર્ષોથી બંધ હાલતમાં છે આથી ક્યારે પડે તે કંઈ કહી ન શકાય. જો મોટી જાનહાની થાય તે પહેલા આ મકાન પાડવામાં આવે તે માટે અનેકવાર અરજી કરવામાં આવી છે. જો કઈ પણ થાય તો જવાબદાર નગરપાલિકાની રહેશે.