અરવલ્લીના કુડોલ ગામના લોકો મોબાઇલ નેટવર્કથી પરેશાન, મામલતદારને આપ્યું આવેદન
🎬 Watch Now: Feature Video
મોડાસા: દેશમાં 5 જી ઇન્ટરનેટ લોંચ કરવાની તૈયારી ચાલી રહી છે. ત્યારે અરવલ્લીના કેટલાંક ગામડાઓમાં કોલ માટે પણ નેટવર્ક નથી મળી રહ્યુ. ત્યારે અવિરત ઇન્ટરનેટની સુવિધા લોકોને માટે હજુ પણ એક સ્વપ્ન છે. ગામમાં મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટના અભાવથી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસથી વંચીત રહેતા તેમનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. આ અંગે ગામના સરપંચ અને જાગૃત નાગરિકોએ કલેકટરને પણ અનેક રજુઆત કરી છે. તેમ છતાં સમસ્યાનું સમાધાન થયું નથી. આ સમસ્યાથી ત્રસ્ત થઇ ગામ લોકોએ ભિલોડા મામલતદાર કચેરીમાં સરકાર વિરૂદ્વ સુત્રોચાર કર્યા હતા. ત્યારબાદ મામલતદારને આવદેન પત્ર આપી સમસ્યાનો તુરંત ઉકેલ નહિ આવે તો ગ્રામજનો ગાંધી ચીંધ્યા માર્ગે કલેકટર કચેરીએ ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.