પાટણમાં દેવીપૂજક સમાજના લોકોએ પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી - અષાઢ વદ ચૌદસ
🎬 Watch Now: Feature Video
પાટણઃ અષાઢ વદ ચૌદસને દેવીપૂજક સમાજના લોકો દિવાસાના દિવસ તરીકે ઉજવે છે. પાટણમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. દેશભરમાં વસતા પટણી સમાજના લોકો પાટણમાં આવી વિવિધ સ્મશાનગૃહમાં જઈ પોતાના મૃતકોની સમાધી પર જઈ શ્રદ્ધાંજલિ આપે છે. પાટણમાં છેલ્લા એક હજાર વર્ષ કરતા વધુ સમયથી આ પરંપરા ચાલી રહી છે. ત્યારે ચાલુ વર્ષે કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇ દેવીપુજક સમાજ દ્વારા સરકારની માર્ગદર્શિકાનું પાલન કરી સમાજના વિવિધ સ્મશાનોમાં દિવાસાની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. પાટણ ઉપરાંત દૂર-દૂરથી દેવીપૂજક સમાજના લોકો પાટણમાં આવી પહોંચ્યા હતા. કોરોના વાઈરસનું સંક્રમણ ન ફેલાય તે માટે સમાજના એકલદોકલ પરિવારોએ શહેરના વિવિધ વિસ્તારોમાં જઇ મૃતકોની સમાધિ પર પૂજા વિધિ કરી અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી.