સુરેન્દ્રનગરની સોસાયટીમાં ગટરની ગંદકીથી લોકો ત્રસ્ત, અનેકવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહિં - વઢવાણ પાલિકા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8759439-thumbnail-3x2-sdcsac.jpg)
સુરેન્દ્રનગર: જિલ્લામાં વરસાદ તેમજ ઉભરાતી ગટરને લઇને અનેક સોસાયટીમાં ગંદકી ફેલાવાની સ્થિતિ ઉદ્ભવી છે. ત્યારે 80 ફુટ રોડના 3 થી 4 વિસ્તારોની સોસાયટીના 500 થી વધુ રહીશોએ વરસાદી તેમજ ગટરના પાણીનો નિકાલ કરવા, સફાઈ હાથ ધરવા તેમજ દવા છંટકાવ કરવાની માંગ ઉઠાવી હતી. જ્યારે સ્થાનિકોએ અગાઉ આ મામલે ધારાસભ્યો ધનજીભાઈ પટેલ અને વઢવાણ પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. આથી સ્થાનિકોએ આ સમસ્યા બાબતે રોષ ઠાલવ્યો હતો.