સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નંબર - 3માં નિયમિત પાણી ન મળતા મહિલાઓએ કર્યો હલ્લાબોલ - collector of surendranagar
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર શહેરમાં આવેલા વોર્ડ નંબર 3ના રામનગર, અમન પાર્ક, નુરે મહોમદી સોસાયટી સહિતના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પાલિકા તંત્ર દ્વારા અપૂરતું અને ગંદુ પાણી આપવામાં આવતું હોવાથી મહિલાઓએ પાલિકા કચેરીએ આવીને ઉગ્ર રજૂઆત કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. પાલિકા દ્વારા ગંદુ પીવાનું પાણી તેમજ ગટર ઉભરાવાના કારણે સમગ્ર વિસ્તારમાં ભયંકર રોગચાળો ફેલાવવાની દહેશત છવાઈ રહી છે. જો તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની સ્થાનિક મહિલાઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.