તાપી: જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામમાં આવેલ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં અચાનક ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો હતો. શાળામાં અભ્યાસ કરતા 24થી વધુ બાળકોને એક બાદ એક ઉલટી થવા લાગતા શાળા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ તમામ બાળકોને વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સોનગઢના સાંઢકુવા ગામે આવેલ પ્રાથમિક શાળામાં બપોરે બાર કલાકના અરસામાં એક બાદ એક બાળકોને ઉલટી શરૂ થઈ હતી, પરિસ્થિતિ ગંભીર જણાતા બાળકોને તાત્કાલિક સારવાર માટે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બાળકોએ રત્નજ્યોત નામના ફળ ખાઈ લેતા ફૂડ પોઈઝનિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ડૉક્ટર તુરંત બાળકોને સારવાર આપતા બાળકોની પરિસ્થિતિમાં સુધારો હોવાનું ડૉક્ટર જણાવી રહ્યા છે.
આશરે બપોરના સાડા 12 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગનો કાફલો પણ વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો.
![24થી વધુ બાળકોને એક બાદ એક ઉલટીઓ થઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2025/gj-tapi-rural-01-food-position-avb-10082_06022025171135_0602f_1738842095_865.jpg)
![24થી વધુ બાળકોને એક બાદ એક ઉલટીઓ થઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2025/gj-tapi-rural-01-food-position-avb-10082_06022025171135_0602f_1738842095_174.jpg)
આ સમગ્ર બનાવને લઈને સાંઢકુવા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય એ જણાવ્યું હતું કે, આજે લગભગ સાડા બાર એકના ગાળામાં એકાદ બે બાળકોને ઉલટી થઈ એટલે અમે બાળકોને બોલાવી પૂછ્યું કે શું થયું, પણ બાળકો એ કીધું કે આજે અમે જમીને આવ્યા હતા. ત્યારબાદ તેમને દવા આપી પછી વાલીઓને બોલાવી ઘરે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ દોઢ વાગે રીસેસ ટાઈમ પર જમવાનો બેલ પડવાનો હતો ત્યારે ફરી એકાદ બે બાળકોને ઉલટી થવા લાગી હતી. એટલે અમે જમાડ્યા નઈ અને બાળકોને પૂછ્યું કે આવું કેમ થાય છે.'
![સોનગઢ તાલુકાની સાંઢકૂવા પ્રાથમિક શાળામાં 24 થી વધુ બાળકોને ફૂડ પોઇસનિંગ થયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2025/gj-tapi-rural-01-food-position-avb-10082_06022025171135_0602f_1738842095_808.jpg)
![સોનગઢ તાલુકાની સાંઢકૂવા પ્રાથમિક શાળામાં 24 થી વધુ બાળકોને ફૂડ પોઇસનિંગ થયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2025/gj-tapi-rural-01-food-position-avb-10082_06022025171135_0602f_1738842095_277.jpg)
વધુમાં જણાવતા આચાર્ય એ કહ્યું કે, 'બાળકોએ ગભરાઈ ને કહ્યું કે રત્નજ્યોત નામના બીજ બે બાળકો સવારે ઘરથી લઈને આવ્યા હતા અને તેમણે બધાએ તે બીજ ખાધા હતા. આમ, આ બીજના સેવનના કારણે આ થયું છે બીજી કંઈ થયું નથી. બીજા બાળકો ગભરાઈ ગયા હતા તેથી તેમણે કશું કીધું નથી. પણ તેમને પણ તપાસ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઉપરાંત શાળામાંથી કશું પણ જમવાનું આપવામાં આવ્યું નથી.'
![24થી વધુ બાળકોને એક બાદ એક ઉલટીઓ થઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2025/gj-tapi-rural-01-food-position-avb-10082_06022025171135_0602f_1738842095_223.jpg)
આ પણ વાંચો: