કોંગ્રેસ માઇનોરીટી સેલ દ્વારા 108નાં કર્મચારીઓનું સન્માન કરાયું - patan congress minority cell given honor to corona worriers

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 20, 2020, 7:09 PM IST

પાટણઃ શહેર સહિત જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે સતત ખડે પગે રહી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનારા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ તંત્ર, નગરપાલિકાના કર્મચારીઓનું કોંગ્રેસ માઇનોરિટી સેલ દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે 108નાં કર્મચારીઓએ કોરોના મહામારીના સમયે કરેલી પ્રશંસનીય કામગીરી બદલ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી સેલ દ્વારા 108ના પાયલોટ, ઈએમટી સહીત તમામ કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 108ના કર્મચારીઓને સન્માન પત્ર અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે કોંગ્રેસ માઇનોરિટી સેલના પ્રમુખ હુસેનમિયા સૈયદ, અબ્દુલકાદર કાદરી, ભરત ભાટિયા, દિનેશભાઇ ભીલ સહિત લઘુમતી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.