વડોદરાઃ તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે વડોદરા જિલ્લાના કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અર્થે થોડા દિવસ પહેલા એક જાહેર સભા યોજાઈ હતી. ત્યારે વોર્ડ નંબર 7માં જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ પટેલ દ્વારા મતદારોને જાહેર મંચ ઉપરથી ધમકાવાયા હતા, જેમાં "ભાજપના ચારે ચાર ઉમેદવારોને જીતાડી લાવશો તો... તમારા મકાનો નહીં તૂટે અને જો દગો કર્યો તો એકેય મકાન રહેવા નહીં દઉં..." જેવી ધમકી ભરી વાણીનો ઉપયોગ કરીને મતદારોમાં ભય ઊભો કરવાનો પ્રયત્ન કર્યો હતો.
અહીં તેની વિપરીત અસર જોવા મળી. પ્રાપ્ત મળતી માહિતી મુજબ તાજેતરમાં દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા ગઈ છે પરંતુ તેની ખુશી કરજણમાં ઠાલવવાની જરૂર ન હતી. જેથી આ વિરાજ ભરી વાણી પ્રયોગને કારણે કરજણના મૂળ નિવાસી એકતા મંચ દ્વારા નગરપાલિકા ચૂંટણી અધિકારી, કરજણ પ્રાંત અધિકારીને યોગ્ય કાર્યવાહી કરી ગુનો દાખલ કરવાની માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ધારદાર રજૂઆત
કરજણ નગરપાલિકાના ચૂંટણી જંગમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અર્થે જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ નિશાળિયાએ કરેલા વાણી વિલાસના કારણે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ રાજ્ય ચૂંટણી પંચને પણ આવેદનની નકલો મોકલવામાં આવી છે. વોર્ડ નંબર 7ના આમ આદમીના ઉમેદવાર મહંમદ યુસુફભાઈ સિંધી દ્વારા નગરપાલિકાના ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું કે, જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલ દ્વારા મારા ઉપર જે આક્ષેપો લગાવ્યા છે, તેના પુરાવા રજૂ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
પ્રતિસ્પર્ધીને રાવણ ગણાવ્યો
વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સતિષ નિશાળીયાએ વોડૅ સાતમાં પ્રચારમાં બફાટ કરતા પોતાની પેનલના પ્રતિસ્પર્ધીઓને રાવણ ગણાવી ખુલ્લી આમ ધમકી આપી અને મતદારોના મિજાજને છંછડીયો હતો. એટલું જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીને મત આપશો તો જ તમારું મકાન રહેશે અને જો દગો કર્યો તો કોઈનું મકાન પણ રહેવા નહીં દઉ એવી ખુલ્લી ધમકી સામે કેવી કાર્યવાહી ચૂંટણી પંચ અને ચૂંટણી સાથે જોડાયેલા તંત્ર દ્વારા કરવામાં આવે છે તે જોવું રહ્યું.
ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રમાણ ભાન ભૂલ્યા
કરજણ ખાતે કરેલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પોતાની વાણી વિલાસમાં ભાન ભૂલ્યા જેવો ઘાટ ઘડાયો છે. જેને લઈને કરજણનું રાજકારણ ગરમાયું હતું. મૂળ નિવાસી એકતા મંચના અગ્રણીએ મિડિયા સમક્ષ જણાવ્યું કે, "કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં દરેક પક્ષને પ્રચાર કરવાનો અધિકાર છે. પરંતુ, પ્રચારમાં વાણી ઉપર કાબુ ગુમાવવો જોઇએ નહીં. વોર્ડ નંબર 7માં ભાજપાની યોજાયેલી જાહેર સભામાં વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ ભાન ભૂલી વાણી વિલાસ કરતા મતદારોને ધમકાવવામા આવ્યા છે. જે લોકશાહી અને બંધારણ વિરુદ્ધ છે. આ સમયે મતદારોના દિલ જીતવાની જગ્યાએ તેઓએ મતદારોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે." - મહંમદ સીધી
મૂળ નિવાસી એકતા પંચના મહંમદ સીઘીએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર સાતમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો પ્રચાર કરી રહ્યા હતા, તે સમય દરમિયાન વડોદરા જિલ્લા પ્રમુખ પોતાની વાણી વિલાસમાં ધમકી ભર્યા શબ્દનો ઉપયોગ કર્યો. જેને લઈને અમોએ ચૂંટણી પંચને રજૂઆત કરી છે. બંધારણના નિયમોનો ભંગ કર્યો છે. જેથી તાત્કાલિક અમોએ ચૂંટણી પંચ પગલાં ભરે તેવી માગ સાથે આવેદનપત્ર સુપ્રત કયું છે.