અમદાવાદ: ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે સીરિઝમાં ગુજરાત ટાઈટન્સના યુવા કેપ્ટન શુભમન ગિલે સતત બે અડધી સદી ફટકાર્યા બાદ હવે તેના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શાનદાર સદી ફટકારી છે. શુભમન ગિલે વનડે કાર 507 દિવસ બાદ તેની વનડે કારકિર્દીની સાતમી સદી બનાવી છે.
પહેલી વનડેમાં સદી ચૂકી ગયા બાદ, શુભમન ગિલે હવે ત્રીજી વનડેમાં આ સિદ્ધિ મેળવી છે. ગિલે અમદાવાદમાં શાનદાર બેટિંગ કરી અને 95 બોલમાં સદી ફટકારી. આ તેની વનડે કારકિર્દીની 7મી સદી છે. તમને જણાવી દઈએ કે, 507 દિવસ પછી તેના બેટમાંથી આવી છે. તેણે છેલ્લી વખત 24 સપ્ટેમ્બર 2023ના રોજ ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી.
ODI CENTURY NO.7 for @ShubmanGill 👏👏
— BCCI (@BCCI) February 12, 2025
A stroke filled innings from the vice-captain as he brings up a fine 💯
He's been in terrific form this series!#TeamIndia #INDvENG @IDFCFIRSTBank pic.twitter.com/dnJq0IaLS3
શુભમન ગિલે આ રેકોર્ડ્સ તોડ્યા:
અમદાવાદમાં સદી ફટકાર્યા બાદ શુભમન ગિલે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. શુભમન ગિલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે. આ ઉપરાંત, તે ODI ક્રિકેટમાં 7 સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય પણ બન્યો. શુભમન માત્ર 50 ODI ઇનિંગ્સમાં 7 સદી ફટકારી ચૂક્યા છે. એટલું જ નહીં, તે પોતાની 50મી વનડે ઇનિંગમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય પણ છે.
સૌથી ઝડપી 2500 રનનો વિશ્વ રેકોર્ડ
શુભમન ગિલે પોતાની સદીની ઇનિંગ દરમિયાન સૌથી ઝડપી ગતિએ 2500 ODI રન પૂરા કરવાનો વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો. ગિલે માત્ર 50 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. હાશિમ આમલાએ 2500 રન બનાવવા માટે 51 ઇનિંગ્સ લીધી. ગિલ 50 વનડે ઇનિંગ્સ પછી સૌથી વધુ રન (2587) બનાવનાર ખેલાડી બની ગયો છે.
A fine innings comes to an end as Gill departs after scoring 112 runs.
— BCCI (@BCCI) February 12, 2025
Live - https://t.co/S88KfhFzri… #INDvENG@IDFCFIRSTBank pic.twitter.com/gE8koxhbki
અમદાવાદમાં ગિલે સદી પૂરી કરી:
જ્યારે શુભમન ગિલ અમદાવાદમાં મેદાન પર ઉતર્યો ત્યારે તે આત્મવિશ્વાસથી ભરેલો દેખાતો હતો. આનું સાચું કારણ છેલ્લી બે વનડેમાં તેની શાનદાર ઇનિંગ્સ હતી. તેના બેટે નાગપુર અને કટકમાં પચાસથી વધુનો સ્કોર ફટકારી દીધો હતો અને હવે અમદાવાદનો વારો હતો. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી, કેપ્ટન રોહિત ફક્ત બે બોલ રમીને પેવેલિયન પાછો ફર્યો હતો પરંતુ તે પછી ગિલે વિરાટ સાથે મળીને ઝડપી બેટિંગ કરી હતી. વિરાટે શરૂઆત કરવામાં સમય લીધો પણ ગિલે ઝડપી બેટિંગ કરી અને ઈંગ્લેન્ડના બોલરો પર દબાણ બનાવ્યું.
Jubilation as @ShubmanGill gets to a fine CENTURY!
— BCCI (@BCCI) February 12, 2025
Keep at it, young man 🙌🙌
Live - https://t.co/S88KfhFzri… #INDvENG@IDFCFIRSTBank pic.twitter.com/Xbcy6uaO6J
ગિલે તેણે વિરાટ સાથે સદીની ભાગીદારી પણ પૂર્ણ કરી. પરંતુ વિરાટ કોહલી આઉટ થયા પછી, ગિલે ફરી એકવાર ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી. ગિલે આગામી પચાસ રન 44 બોલમાં પૂરા કર્યા અને પોતાની 7મી ODI સદી પૂર્ણ કરી. શુભમન ગિલે અમદાવાદમાં 102 બોલમાં 112 રનની ઇનિંગ રમી હતી. ગિલે ફરી એકવાર ODI ક્રિકેટમાં સાબિત કર્યું છે કે, તે આ ફોર્મેટનો રાજકુમાર છે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તેની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખશે.
આ પણ વાંચો: