પંચમહાલમાં ઇદના તહેવારની તડામાર તૈયારીઓ શરુ

By

Published : Nov 8, 2019, 2:27 AM IST

thumbnail
પંચમહાલ : હાલોલ નગરમાં પવિત્ર તહેવાર ઇદે મિલાદને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં નગરમાં કલાત્મક રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ નગરમાં ઠેર ઠેર વાયઝ શરીફનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 10 નવેમ્બરના રોજ ઇદે મિલાદુન્નબી પર્વની ઉજવણી થનાર છે. જેને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હાલોલ લીમડી ફળીયા, અમીરે મિલ્લત ચોક ખાતે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થશે. ત્યારબાદ બપોરે ભવ્ય ઝુલુસ નીકળી નગરના હુસેનીચોક કસ્બા,કાદરી મહોલ્લા, 101 કોલોની, સંજરી પાર્ક, ગૌસિયા મોહલ્લા, બાદશાહ બાવાની દરગાહ, પાવાગઢ રોડ,મહંમદી સ્ટ્રીટ, બોમ્બે હાઉસ, ઘોડાપીર થઈ પરત લીમડી ફળીયા અમીરે મિલલત ચોક ખાતે પરત ફરશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.