ETV Bharat / state

વિઘ્નહર્તાના વિસર્જનમાં વિઘ્ન ! પ્રતિબંધ છતાં મચ્છુ-૩ ડેમમાં ગણેશ વિસર્જન કરનાર બે આયોજક સામે ફરિયાદ - Ganesh idol immersed in Morbi - GANESH IDOL IMMERSED IN MORBI

મોરબીમાં ગણેશ વિસર્જન માટે નગરપાલિકા તંત્રએ ખાસ તૈયારી અને આયોજન કર્યું હતું, ત્યાં જ વિસર્જન કરવાનું હતું, છતાં બે ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા મચ્છુ-૩ ડેમમાં વિસર્જન કરવામાં આવતા જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાઈ છે. જાણો સંપૂર્ણ સમાચાર વિસ્તારથી.

પ્રતિબંધ છતાં મચ્છુ-૩ ડેમમાં ગણેશ વિસર્જન કરનાર બે આયોજક સામે ફરિયાદ
પ્રતિબંધ છતાં મચ્છુ-૩ ડેમમાં ગણેશ વિસર્જન કરનાર બે આયોજક સામે ફરિયાદ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2024, 9:03 PM IST

મોરબી: મોરબી તાલુકા પોલીસ દ્વારા 'સિદ્ધિ વિનાયક કા રાજા' ગણેશ ઉત્સવના આયોજક અરવિંદભાઈ છગનભાઈ બારૈયા અને 'મયુરનગરી કા રાજા' મહોત્સવના આયોજક વિશ્વાસ વલ્લભભાઈ ભોરણીયા વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે. તાલુકા પીએસઆઈએ ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે ગણેશ વિસર્જન અંગે સરકારી તંત્ર દ્વારા બહાર પડાયેલી ગાઈડ લાઈન મુજબ વિસર્જન કરવાનું હોય અને જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદી પર આવેલ મચ્છુ-૩ ડેમ ખાતે કુદરતી જળાશયનું જલ સિંચાઈ અને પીવાના પાણી તરીકે ઉપયોગ કરવાનું હોય છતાં ખાનગી ક્રેન બોલાવી પોતાની મનસુફી મુજબ ગણપતિ મૂર્તિનું વિસર્જન કરી જળમાં રહેતા જીવજંતુ તથા માછલી અને મનુષ્યની જિંદગી જોખમાય અને આરોગ્યને નુકશાન થાય તેવું કૃત્ય કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના ગણેશ મહોત્સવ જાહેરનામાંનો ભંગ કર્યો છે. મોરબી તાલુકા પોલીસે બંને આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

આયોજકોના પોલીસ પર આક્ષેપ: સિદ્ધિ વિનાયક કા રાજા મહોત્સવના આયોજક અરવિંદ બારૈયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વિસર્જન યાત્રા હતી જે પૂર્ણ કરી બાયપાસ પાસે મચ્છુ-૩ ડેમ પહોંચ્યા હતા અને હાઈડ્રો ક્રેઇનમાં ૩ વાગ્યાથી ૬ : ૩૦ સુધી બાપ્પાની મૂર્તિ રોકી રાખી હતી. વિસર્જન કરવા અંગે પોલીસ આનાકાની કરતી હતી અને મંજુરી બાબતે કહ્યું હતું, પરંતુ પાલિકાએ વ્યવસ્થા રાખી હતી ત્યાં વિસર્જન થઇ શકે, તેમ ન હતું અને રસ્તામાં મૂર્તિ ખંડિત થવાનો ભય હતો. જેથી ડીવાયએસપીને ફોન કર્યો પરંતુ સરખો જવાબ મળ્યો ના હતો અને બાદમાં પીઆઈ પંડ્યા આવ્યા હતા અને તેમને સાથે રાખીને વિસર્જન કર્યું હતું. જો ગુનો જ કર્યો હોય તો ત્યારે જ બેસાડી દેવાય ને કે તમે ગુનો કર્યો છે. અમે વિસર્જન પૂર્ણ કરી ઘરે ગયા અને બીજા દિવસે ગુનો દાખલ કર્યો છે જેથી હિંદુ ધર્મની લાગણીને ઠેસ પહોંચી છે અને પોલીસે છબી ખરડાવવાનો પ્રયાસ કર્યો છે તેવા આરોપ લગાવ્યા હતાં.

તો બીજી તરફ મયુરનગરી કા રાજા મહોત્સવના આયોજક વિશ્વાસ ભોરણીયાએ જણાવ્યું હતું કે, વિશાળ મૂર્તિ શોભેશ્વર રોડ પર પાલિકાએ વ્યવસ્થા રાખી હતી, ત્યાં સુધી પહોંચી શકે તેમ ના હતી રોડ પર ખાડા, રસ્તામાં આવતા ગેટને કારણે વાહન ત્યાં જઈ શકે નહિં અને મૂર્તિ ખંડિત થવાનો ભય હતો વળી કુંડમાં ૫૦૦ થી વધુ મૂર્તિઓ વિસર્જિત થઇ હતી જેથી વિશાલ મૂર્તિ ત્યાં વિસર્જન થઇ શકે તેમ ના હોવાથી મચ્છુ-૩ ડેમમાં વિસર્જન કરવું પડ્યું અને આ અંગે તંત્રને પણ જાણ કરી હતી.

  1. હરણી બોટકાંડના સાક્ષી બનેલા વડોદરાના નેતાઓ તરાપામાં સેફટી વગર ગણેશ વિસર્જન કરતા કેમેરામાં કેદ - Negligence of leaders
  2. ગણેશ વિસર્જનથી પર્યાવરણનું સર્જન: વેસ્ટ પૂજાપાના સામાનમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવાની પહેલ - Fertilizer made from poojan flowers

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.