પાનમડેમનાં ચાર દરવાજા ખોલતાં નદી બે કાંઠે વહી, આજૂબાજુના ગામમાં એલર્ટ જાહેર - panamdem
🎬 Watch Now: Feature Video

પંચમહાલઃ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આજે સવારે ત્રણ દરવાજા અને બપોર બાદ વધુ એક, ત્રણ ફૂટે દરવાજો ખોલવામાં આવ્યો હતો. આમ કુલ ચાર દરવાજા ખોલવામાં આવતા પાનમ નદી બે કાંઠે વહેવા માંડી હતી. ચાર દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યાં હતા, જ્યારે પાનમ ડેમમાં ઉપરવાસનાં વરસાદને લઈને ડેમની સપાટી 127.35. મીટર પહોંચી હતી. વરસાદને કારણે પંચમહાલ અને મહિસાગર જિલ્લાના નિચાણવાળા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ પાનમ વિભાગના અધિકારીઓ પણ નજર રાખી રહ્યા છે.