કચ્છના સરહદી વિસ્તારમાંથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો - બીએસએફ
🎬 Watch Now: Feature Video

કચ્છ/રાપર: કચ્છના સરહદી વિસ્તાર રાપરના ખડીર પાસેથી BSFની પેટ્રોલિંગ ટીમે પાકિસ્તાની ઘૂસણખોર ઝડપી પાડ્યો છે. સોહેબ એહમદ દિલાવરખાન નામના પાકિસ્તાની યુવકને BSF ટીમે બોર્ડર પીલર 1024 પાસેથી ઝડપી લીધો હતો. મળતી વિગતો મુજબ ઝડપાયેલો ઘૂસણખોર આરોપી નોર્થ કરાચીની શાહનવાઝ ભુટ્ટો કોલોનીનો રહેવાસી હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. ઘૂસણખોર પાસેથી પાકિસ્તાની ચલણના સાડા ચારસો રૂપિયા મળી આવ્યા છે. તે સિવાય અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પ્રાથમિક પૂછપરછમાં તે રસ્તો ભૂલીને ભારતની સરહદમાં ઘુસી આવ્યો હોવાનું જણાવ્યું છે.