અંબાજી મંદિરમાં ઓનલાઇન દર્શનનું આયોજન, 20 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન - હોમ હવન
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ અંબાજી મંદિરમાં આ વર્ષે કોરોનાને કારણે ભાદરવી પૂનમનો મેળો રદ કરતા મંદિર પરીસર સુમસામ જોવા મળી રહ્યુ છે. જોકે અંબાજીના મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનથી વંચિત ન રહી જાય તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ માધ્યમો દ્વારા ઓનલાઇન દર્શન કરાવવાની વ્યવસ્થા કરી છે. લોકોની સુખાકારી અને કોરોનાના વિનાશ માટે મંદિર પરીસરમાં સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે હોમ હવન સતત સાત દિવસ સુધી ચાલશે. અંબાજી મંદિર પરિસરમાં જય અંબેના નાદથી ગુંજી ઉઠયું હતું. સમગ્ર મંદિર પરીસર મંત્રોચારથી ગુંજી રહ્યું છે. જોકે ચાલુ વર્ષે મંદિરમાં કરેલી ઓનલાઇન દર્શનની વ્યવસ્થામાં ચાર દિવસમાં 20 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ વિવિધ ધાર્મિક ક્રિયાઓ સહિત આરતી અને ગોખના દર્શનનો લાભ લઇ રહ્યા છે. ઓનલાઇન દર્શનનો લાભ માત્ર ભારત જ નહીં પણ દુનિયાના 50 દેશમાં વસતા ભક્તો લઇ રહ્યા છે.