આ વર્ષે ગરબાનું આયોજન કરવું જોઈએ કે નહીં તે અંગે ભરૂચના જાણીતા લોક ગાયકનો અભિપ્રાય... - અભેસિંહ રાઠોડ
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ કોરોના મહામારી વચ્ચે નવરાત્રી મહોત્સવનું આયોજન ન થવું જોઈએ એવો મત જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડે વ્યક્ત કર્યો છે. કોરોનાની મહામારી વચ્ચે સંક્રમણ ન ફેલાઈ એ માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ ખાતે યોજાતો રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે જિલ્લા કક્ષાએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવું જોઈએ કે નહિ એ અંગે ETV BHARAT દ્વારા જાણીતા લોક ગાયક અભેસિંહ રાઠોડ સાથે વાત કરવામાં આવી હતી. અભેસિંહ રાઠોડે જણાવ્યું હતું કે કોરોનાની મહામારી-દિવસેને દિવસે વધતી જાય છે, ત્યારે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવું શક્ય નથી. શેરી ગરબા કે મોટા આયોજનો આ વર્ષે ન થાય અને ઘરે રહીને લોકો માતાજીની ઉપાસના કરે અને આ મહામારીમાંથી મુક્ત કરાવવા માતાજીને પ્રાર્થના કરે.