જેતપુર શહેરમાં ભાદરની કેનાલમાં ડૂબી જતાં વધુ એક વ્યક્તિનું મોત - latest news rajkot
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6405096-thumbnail-3x2-rtc.jpg)
જેતપુરમાં આજે વહેલી સવારે જિથુંડી હનુમાન પાસે આવેલી ભાદરની કેનાલમાં નાહવા પડેલા વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. જિથુંડી હનુમાન પાસેથી તણાતાં તેનો મૃતદેહ જેતપુરથી 20 કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો. મૃતક જેતપુરના દેરડી ગામના રહેવાસી અરવિંદભાઈ જાગાભાઈ બરવાડિયા હોવાનું જાણવા મળ્યું છે. મૃતકનું બાઈક અને કપડાં જીથુંડી હનુમાન પાસેથી બિનવારસી મળી આવ્યા હતા. મૃતક અરવિંદભાઈ લાંબા સમયથી બીમાર હતા. આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. સિંચાઈ વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢયો હતો અને પોસ્ટમોર્ટમ માટે જેતપુરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. આ બનાવ બાબતની વધુ તપાસ જેતપુર પોલીસે હાથ ધરી હતી.