દેવભૂમિ દ્વારકાઃ ભીમપરા પાસે વીજળી પડતાં એકનું મોત - વીજળી પડવાથી દ્વારકામાં એકનું મોત
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8781715-thumbnail-3x2-m.jpg)
દેવભૂમિ દ્વારકાઃ તાલુકામાં વરસાદની સાથે વીજળી પડતાં ભીમપરા ગામ નજીક પાલા મોરી નામના 40 વર્ષીય વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. જેથી સ્થાનિક લોકોએ તેમને સારવાર અર્થે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન ડૉક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં 2.16, કલ્યાણપુરમાં 6, ભાણવડમાં 1.6 અને દ્વારકા તાલુકામાં 0.75 ઇંચ વરસાદ વરસ્યો છે.