નવસારી જિલ્લો કોરોના સામેની જંગમાં જીત તરફ વધી રહ્યો છે આગળ - On the way to victory in the battle against Navsari corona
🎬 Watch Now: Feature Video
નવસારી : કોરોના સામેની લડાઈમાં ઓરેન્જ ઝોનમાં આવેલું નવસારી ગ્રીન ઝોન તરફ આગળ વધી રહ્યું છે. જિલ્લામાં લોકડાઉન જાહેર થયા બાદ 14 લાખથી વધુની વસ્તીમાં આરોગ્યનો ચોથી વાર ઘરે-ઘરે સર્વે થઈ રહ્યો છે. જેમાં આરોગ્ય કર્મીઓની 65 ટીમો કાર્યરત છે. નવસારીમાં અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોના કોરોનાના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 8 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેેમાંથી 7 કોરોના યોદ્ધાએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે અંદાજે 90 સેમ્પલોના રિપોર્ટ આવવાના બાકી છે. જિલ્લામાં લોકડાઉનના નિયમોનું પાલન કરાવવા પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત રાખી રહી છે. જેમાં પોલીસે અત્યાર સુધીમાં 8,238 જાહેરનામા ભંગના કેસો કર્યા છે. આ ઉપરાંત કુલ 9195 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જિલ્લામાં વસેલા અંદાજે 5 હજારથી વધુ પરપ્રાંતિય શ્રમિકો છે. જેમાંથી 3500 શ્રમિકોને શનિ-રવિ બે દિવસ દરમિયાન ત્રણ ટ્રેનો મારફતે ઉત્તર પ્રદેશ રવાના કર્યા છે. જ્યારે બિહાર માટે 14 મે ના રોજ ટ્રેન ઉપડશે. જિલ્લા તંત્ર અને નવસારીવાસીઓની સતર્કતાઓને કારણે નવસારી કોરોના સામેની જંગમાં જીત તરફ આગળ વધી રહ્યો છે.