સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે મોરબીમાં એકતા દોડ યોજાઈ - Sardar Patel a unity race was held in Morbi
🎬 Watch Now: Feature Video
મોરબીઃ સમગ્ર દેશમાં જ્યારે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે મોરબીમાં પણ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાના ભાગરૂપે એકતા માટેની દોડ રન ફોર યુનિટીનું જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે શપથ ગ્રહણ કર્યા હતા અને રન ફોર યુનિટી-એકતા દોડને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. બાદમાં ઉપસ્થિત આગેવાનોએ સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.