પાટણામાં દિવાળીના દિવસે વેપારીઓએ કર્યુ ચોપડા પૂજન - vepariyoye karyu chopda pujan
🎬 Watch Now: Feature Video
પાટણઃ દિવાળીના પાવન પ્રસંગે ચોપડા પૂજનનું પણ વિશેષ મહત્વ રહેલું છે, ત્યારે પેઢીઓના વેપારીઓએ શુભ મૂહરતમા ચોપડા પૂજન કર્યું હતું. પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે વર્તમાન આધુનિક સમયના આઈટી યુગમા દુનિયા જ્યારે આંગળીઓના ટેરવે સીમિત બની છે, ત્યારે દિવાળીના દિવસે વેપારીઓ દ્વારા ચોપડાઓનું વિશેષ પૂજન કરવામાં આવે છે. વર્ષ દરમિયાન વેપાર ધંધા સાથે સંકળાયેલ વેપારીઓ શુભ મૂહરતમા ચોપડાઓની ખરીદી કરી હતી અને ત્યારબાદ પોતાની પેઢી ઉપર વૈદિક મંત્રોચ્ચાર સાથે ચોપડાઓનું પૂજન કરી નવા વર્ષના ધંધા રોજગારના શ્રી ગણેશ કર્યા હતાં.