કમોસમી વરસાદની લપેટમાં કપાસનો પાક ન આવી જાય તે માટે ઓલપાડ સહકારી વિભાગ લાગ્યું કામે - કમોસમી વરસાદની લપેટમાં કપાસનો પાક
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13671736-thumbnail-3x2-surat.jpg)
સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા 18 અને 19મી તારીખે કમોસમી વરસાદ (surat unseasonal rain)ની આગાહી થઈ હતી, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં બપોર બાદ વરસાદ વરસવાનું શરૂ થતાં ખેડૂતો ચિંતામાં (effect of unseasonal rain) મુકાઈ ગયા હતા. ઓલપાડ તાલુકામાં આવેલ સહકારી મંડળીઓ ગોડાઉન બહાર રાખેલો પાક બચાવવા કામે લાગી હતી, ઓલપાડ ખાતે આવેલી કોટન મંડળીના પ્રમુખ દ્વારા તાત્કાલિક માણસોને કામે લગાડી કપાસ પર તાડપત્રી નંખાવી દીધી હતી.