મોડાસામાં માસ્ક વિના નીકળતા લોકોમાં જાગૃતિ ફેલાવવા જિલ્લા વિકાસ અધિકારીએ કર્મચારીઓને આદેશ આપ્યો - without masks
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: જિલ્લામાં કોરોના કહેરે જોર પકડ્યું છે. દિનપ્રતિદિન મોટી લોકો કોરોના વાયરસની લપેટમાં આવી રહ્યા છે, ત્યારે માસ્ક વિના નિકળતા લોકોમાં જાગૃતિ ફેલાવવા જિલ્લા વિકાસ અધિકારીએ કર્મચારીઓને આદેશ આપ્યો છે. જેના પગલે મોડાસાના સબલપુર પાસે કર્મચારીઓ દ્રારા માસ્ક વિના નિકળેલ લોકોને ભુલનો અહેસાસ કરાવવા ફુલછડી અને માસ્ક આપી નવતર પ્રયોગ અજમાવ્યો હતો. આ ઉપરાંત કર્મચારીઓએ માસ્ક વિના નિકળતા લોકોને દંડ અંગે માહિતી પણ આપી હતી. આ અભિયાનમાં મોડાસા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી સાથે સબલપુર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી જોડાયા હતા.